હળવદમાં સરકારી શાળામાં ભણતી દીકરી તાલુકામાં પ્રથમ

- text


ખાનગી સ્કૂલોને પાછળ છોડી સરકારી સ્કૂલમાં ભણતી શ્રમિક પરિવારની પુત્રીએ ધો.10માં જ્વલંત સિદ્ધિ મેળવી

હળવદ : હળવદ તાલુકામાં ધો.10ના પરિણામમાં સરકારી સ્કૂલની અને કડીયાકામ કરતા શ્રમિક પરિવારની પુત્રીએ અનોખો વિક્રમ સર્જયો છે. જેમાં કડીયા કામ કરતો શ્રમિક પરિવારની પુત્રીએ ધો. 10માં શ્રેષ્ઠ પરિણામ મેળવી હળવદ તાલુકામાં પ્રથમ નંબરે આવી છે. આ સાથે જ ખાનગી સ્કૂલોને પાછળ છોડી સરકારી સ્કૂલે ધો.10માં જ્વલંત સિદ્ધિ મેળવી છે.

આજે જાહેર થયેલા ધો. 10 બોર્ડની પરીક્ષામાં હળવદ તાલુકામાં સરકારી સ્કૂલ શ્રમિતિ એચ. એચ. ગાર્ડી હાઈસ્કૂલ મોખરે રહી છે. હળવદની તમામ ખાનગી શાળાઓને પછાડી મયુરનગરની શ્રીમતી એસ.એચ. ગાર્ડી હાઈસ્કૂલની ચાવડા કરૂણા ૯૬ ટકા અને ૯૯.૯૭ પી.આર સાથે તાલુકામાં પ્રથમ આવી છે. આ સરકારી શાળાની વિદ્યાર્થીની ચાવડા કરૂણાના માતાપિતા સામાન્ય કડીયાકામની મજૂરી કરે છે. આમ છતાં પુત્રી ભણવામાં તેજસ્વી હોય પુત્રીને આગળ ભણાવવા માતાપિતાએ ભારે પ્રોત્સાહિત કરી હતી અને પુત્રીએ પણ માતાપિતાના સપના સાકાર કરી ખૂબ જ મહેનત કરી હતી.

- text

વિદ્યાર્થીની ચાવડા કરૂણા કહે છે કે, સ્કૂલ સરકારી હોય કે ખાનગી ભણવામાં જો ધગશ હોય તો શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય એ મેં સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે સરકારી સ્કૂલો પ્રત્યે સુગ રાખવાની કોઈએ જરૂર નથી. માત્ર વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય તો ઉજ્જવળ સિદ્ધિ મેળવી શકે, જો વિદ્યાર્થીને ભણવામાં ધગશ ન હોય અને ધ્યાન ન આપે તો સારી સ્કૂલો હોય તો પણ નબળું જ પરિણામ આવે. એટલે સરકારી સ્કૂલોને ઓછી આકવાની જરૂર નથી. મેં સફળતા મેળવી એમાં મારી મહેનત ઉપરાંત માતાપિતા અને શિક્ષકોનો સહયોગ પણ જવાબદાર છે.

- text