મોરબીમાં સ્ક્રેચ કાર્ડને નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય ! સામાન્ય લોકો સોફ્ટ ટાર્ગેટ 

- text


રાજકોટ હેડ ક્વાર્ટર હોવાનું જણાવી ઇકો કારમાં આવતી ગેંગ ઈનામના નામે રૂ.2599 પડાવતી હોવાની વ્યાપક ફરિયાદ 

મોરબી : મોરબીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખાસ કરીને ભલાભોળા શ્રમિકો અને હિન્દી ભાષી લોકોને રૂપિયા 30માં સ્ક્રેચ કાર્ડ આપી ગેરંટી ઈનામી યોજનાના નામે રાજકોટ હેડ ક્વાર્ટર હોવાનું જણાવી ઇકો કારમાં આવતી ગેંગ રૂ.2599 પડાવી ડરાવી ધમકાવી નાણાં પડાવતી હોવાની ચોંકાવનારી છે.

મોરબીના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક સીટી તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને હાઇવે ઉપરની હોટલો પાસે જ્યાં જ્યાં શ્રમિકો એકત્રિત થતા હોય તેવી જગ્યા ઉપર ઇકો કારમાં આવતી અને રાજકોટ હેડ ક્વાર્ટર હોવાની સ્ક્રેચ કાર્ડ ટિકિટો લઈને આવતી ગેંગ દ્વારા અભણ, ભલાભોળા અને ખાસ કરીને હિન્દીભાષી શ્રમિકોને લલચાવી, ફોસલાવી રૂ.30માં ટિકિટ બટકાવી બાદમાં મિક્સર, પંખા, સીવવાનો સંચો, રોટી મેકર, મોબાઈલ જેવા ઉપકરણો લાગ્યા હોવાનું કહી ફરજીયાત રૂપિયા 2599 પડવવામાં આવે છે.

- text

જો કોઈ વ્યક્તિ આ ઇનામ ન સ્વીકારે તો આ ચીટર ગેંગ અભણ, ભલાભોળા અને હિન્દીભાષી શ્રમિકોને ડરાવી ધમકાવી બાદમાં હાથાપાઈ સુધી ઉતરી આવી લોકોને છડેચોક લૂંટી રહ્યા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે અને આવી ગેંગ વિરુદ્ધ પોલીસ તત્કાલ પગલાં ભરી ચીટરોને મોરબીમાં આવતા બંધ કરાવે તેવી માંગ ઉઠાવી છે.

- text