મોરબી નેશનલ હાઇવે ઉપર ફરી પથ્થર – માટીના ઢગલા

- text


ભારે વાહનોની મનમાની યથાવત હાઇવે ઓથોરિટીનું ભેદી મૌન

મોરબી. : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ફરી પથ્થર અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હાઇવે રોડની વચ્ચોવચ પથ્થરયુક્ત માટીના ઢગલા ખડકી દેવતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારે વાહનોની મનમાની યથાવત રહેવા છતાં હાઇવે ઓથોરિટી અને ખાણ ખનીજ વિભાગનું ભેદી મૌન લોકોને અકળાવી રહ્યું છે.

મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ઘણા સમયથી વારંવાર પથ્થરો અને માટીના ઢગલા ખડકી દેવામાં આવે છે. ખાસ કરીને ઓવરલોડ ડમ્પરો આ ઢગલા ખડકીને ફરાર થઇ જતા હોવાથી રોડની વચ્ચે કરેલા માટી કે પથ્થરોના ઢગલા દિવસો સુધી જેમની તેમ જ પડ્યા રહે છે આથી અકસ્માત સર્જાઈ છે. ત્યારે હવે ફરી મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા પાસે પથ્થરોનો કોઈ ભારે વાહન ચાલક ખડકલો કરી ગયો છે. હાઇવેની વચ્ચોવચ પથ્થરો પડ્યા હોવાથી રાત્રીના સમયે અકસ્માતનું જોખમ વધે છે. જો કે વારંવાર માટી કે પથ્થરોના આ રીતે ખડકલા કરી દેવા છતાં હાઇવે ઓથોરિટી કોઈ કાર્યવાહી કરતું નથી. ઉપરાંત ખાણ ખનીજ વિભાગ કે પોલીસ પણ આવા ભારે વાહનો સામે કાર્યવાહી કરતા કેમ અચકાઈ છે અને ભારે વાહનોની આવી મનમાની સામે હાઇવે ઓથોરિટી કેમ આંખ મિચામણા કરે છે તેવા અણીયારા સવાલો ઉઠ્યા છે.

- text

- text