મોરબીમાં મહિલાઓની સતામણી રોકવા એન્ટિ રોમિયો સ્ક્વોડ બનાવવાની માંગ

- text


મોરબી : મોરબીમાં હમણાંથી છેડતી, દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મ જેવી સ્ત્રી ઉત્પિડન ઘટનાઓ વધી છે. આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી સ્ત્રી ઉત્પિડન પર રોક લગાવવા માટે એન્ટિ રોમિયો સ્ક્વોડનું નિર્માણ કરવાની માંગ ઉઠાવી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે, મોરબીની અંદર હાલ સ્ત્રી ઉત્પિડનનાં બનાવો અતિશય વધી ગયા છે. જેમાં નાબાલિક દીકરીઓને ફસાવવી હોય કે પછી હાલમાં જ બનેલા બ્યુટી પાર્લર ગેંગરેપ અને થોડા સમય પહેલા સુપર માર્કેટ પાસે છેડતીના વિડીયો વાયરલ થયા હતા. આવા અનેક કિસ્સાઓ છે જેમાં મોરબીની અંદર મહિલા પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. માતાઓ પોતાની દીકરીઓને એકલા ઘરેથી બહાર મોકલતા ડરે છે કે એની દીકરી સુરક્ષિત તો રહેશે ને મોરબીમાં આવારા તત્વોના ત્રાસ અતિશય વધતો ગયો છે.

આ આવેદનમાં એકતા એજ લક્ષ્ય સંગઠનની નારી શક્તિ શાખા દ્વારા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે આવા બનાવોમાં મોરબીની અંદર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે, જેથી કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે અને આવા કોઈપણ બનાવો ના બને તથા પોલીસની એક ટીમને એન્ટિ રોમિયો સ્ક્વોડ બનાવવામાં આવે જે આવારા તત્વો અને છેડતી કરતા અથવા બહેનોને હેરાન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરે.

- text

- text