મિની અયોધ્યા : વાંકીયામાં ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


શનિવારથી પ્રારંભ થયેલ ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધુ-સંતો સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

હળવદ : હળવદ તાલુકાના વાંકીયા ગામે ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં સાધુ-સંતો સહિત રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા આ વિવિધ ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમોને લઈ આખું ગામ સુશોભિત કરવામાં આવ્યું હતું.

હળવદના વાંકીયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ગત તા.13ને શનિવારથી તા.15ને સોમવાર સુધી નવ નિર્માણ થયેલા મંદિરોમાં રામ પરિવાર, રાધા કૃષ્ણ,હનુમાનજી મહારાજ અને બાંજરંગ બાપાની મૂર્તિનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગણેશ સ્થાપન, જલયાત્રા, હોમાંદ્રી યજ્ઞ, પ્રસાદ વાસ્તુ, આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યકમોનો ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો.

બીજી તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વાંકીયા ગામમાં આબેહૂબ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામનું મીની મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાંકીયા ગામ આખું સુશોભિત કરવામાં આવ્યું હતું સાથે જ આ કાર્યક્રમમાં અનેક સાધુ સંતો તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા હતા.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાંકીયાના ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.

- text

- text