હળવદના ટીકર ગામના માલધારી પરિવારને સહાય આપવા કોંગ્રેસના અગ્રણીની રજૂઆત

- text


હળવદ : હળવદના ટીકર ગામે લાગેલી શંકાસ્પદ આગમાં પશુધનનો ધાસચારો ભસ્મીભૂત થઈ જતાં માલધારી પરિવારને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ માલધારી પરિવારને સહાય મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- text

રમેશભાઈ રબારીએ રાઘવજીભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, 14 મેના રોજ ટીકર ગામે કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં એકાએક આગ લાગતા પશુધન માટે રાખવામાં આવેલો આશરે 4 હજાર મણ જેટલી કડબ, ભુસો વગરે પશુ ખાણ આગમાં નાશ પામેલ છે અને આશરે 10 લાખનું નુકસાન થયું છે. ત્યારે આ અંગે ઝડપથી ન્યાયિક તપાસ કરીને માલધારી પરિવારને પશુધનના ખાધા ખોરાકી માટે સરકારી રાહે સત્વરે સહાય મળે તેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી માંગ કરી છે.

- text