હળવદના નવી કીડી ગામના અગરિયા સાથે સોલાર પેનલના નામે રૂ.2.80 લાખની ઠગાઈ

- text


ધ્રાગંધ્રાની કંપનીના માલિકે જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીની મિલીભગતથી છેતરપીંડી કરી હોવાની પોલીસમાં લેખિત અરજી

હળવદ : હળવદના નવી કીડી ગામના અગરિયા સાથે સોલાર પેનલના નામે ઠગાઈ કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધ્રાગંધ્રાની કંપનીના માલિકે જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીની મિલીભગતથી છેતરપીંડી કરી હોવાની હળવદ પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી છે અને આ બન્ને સામે ઠગાઈની વિધિવત ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

હળવદના નવી કીડી ગામે રહેતા અને દરિયામાં પાળા બાંધી મીઠું પકવતા મોરારભાઈ અવચરભાઈએ હળવદ પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી કે, તેઓ મીઠું પકવતા હોય તેમાં ડીઝલનો ખર્ચો વધારે આવતો હોવાથી ડીઝલની બચત માટે જિલ્લા પંચાયતના જિલ્લા ઉધોગ કેન્દ્રમાં અગરિયા માટે સોલાર પેનલ ફિટ કરવાંની સરકારની યોજના ચાલતી હોય એ યોજનાનો લાભ લેવા માટે સોલાર ફિટ કરી આપતી ધ્રાગંધ્રાની કંપનીના માલિક અંકિતભાઈ શાહએ સબસીડી મંજુર કરાવી દેવાની વાત કરી હતી. આથી અકિત શાહે જણાવ્યા મુજબ અગરિયા ભાઈએ આ સોલાર ફિટ કરવા માટે સબસીડી મંજુર કરવા બધા જ ડોક્યુમેન્ટ આપ્યા હતા અને કોરા ચેક પણ તેઓએ આપી દીધા હતા. આથી સોલાર ફિટ કરવા માટે અરજી કરતા તેઓની સરકારમાંથી સબસીડી મંજુર થઈ હતી. તેમના ખાતામાં સબસીડીના રૂ.2.80 લાખ જમા પણ થઈ ગયા હતા. પરંતુ આ પૈસા ધ્રાગંધ્રાની કંપનીના માલિક અંકિતભાઈ શાહએ કોરો ચેકના આધારે ઉપાડી લીધા હતા. આથી અગરિયા ભાઈએ આ કંપનીના માલિકને સોલાર ફિટ કરવા કર્યું હતું અને વારંવાર અંકિત શાહને ફોન કરવા છતાં ન તો તેમણે સબસીડીની રકમ આપી ન સોલાર સિસ્ટલ ફિટ કરી. તેથી અગરિયાએ આ અકિત શાહ અને જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારી ઉપર મિલીભગતનો આરોપ મૂકી બન્ને સામે ઠગાઈની ફરિયાદ નોંધવા માટે પોલીસને લેખિતમાં રજુઆત કરી છે.

- text