કોન્ટ્રાકટરને ઘર ભેગો કર્યા બાદ મોરબીમાં સફાઈ કામગીરી ફરી પાટે ચઢી

- text


મોરબી નગરપાલિકાએ જાતે જ કચરા કલેક્શનની કામગીરી શરૂ કરી : કચરા પાછળ કોન્ટ્રાકટરને રૂ.40થી 45 લાખ ચુકવાતા : પાલિકાએ પોતાના હસ્તક કામગીરી લેતા માત્ર 11 લાખમાં કામગીરી પૂર્ણ 

મોરબી : મોરબીમાં ડોર ટુ ડોર અને સ્પોર્ટ પરથી કચરા કલેક્શનનો કોન્ટ્રાકટ રદ કરી દીધા બાદ મોરબી પાલિકાએ જાતે આ સફાઈની કામગીરી પોતાના હાથમાં લેતા જ સફાઈ કામગીરી પાટે ચડી છે, જો કે સાત મહિના પહેલા નગરપાલિકા તંત્ર જાતે કચરા કલેક્શનની કામગીરી કરતું હતું. હવે ફરીથી મોરબી પાલિકાએ ડોર ટુ ડોર અને સ્પોર્ટ પરથી કચરા કલેક્શનની કામગીરી શરૂ કરી મહિને લાખોનો ખર્ચ પણ બચાવ્યો છે. જેથી ઘણી જગ્યાએ રહેલા કચરાના ગંજ દૂર થવાની આશા જાગી છે

મોરબી પાલિકામાં કચરા કલેક્શન માટે જુના વાહનો પડ્યા હોય પણ સારી સ્થિતિમાં ન હોવાથી ધીરેધીરે આ વાહનોને ચાલુ કરી દીધા છે. જેમાં 10 દિવસની અંદર આવા કચરા કલેક્શન માટે 21 વાહનો રીપેર કરીને ચાલુ કરી દીધા છે અને આ 13 વાહનોથી ઘરેઘરે કચરા કલેક્શનની કામગીરી શરૂ કરી દીધી છે અને જાહેર સ્થળોએ કચરા કલેક્શન માટે એક જેસીબી, બે ડમ્પર, ચાર ટ્રેક્ટર ચાલુ કર્યા છે. કચરાના ગંજની શરૂઆતમાં ઘણી ફરિયાદ આવતી હોય હવે ફરી સફાઇની ગાડી પાટે ચઢતા ફરિયાદો ઓછી થઈ ગઈ છે.

- text

શરૂઆતમાં પાલિકાએ બે થી ત્રણ વાહનોથી કચરા કલેક્શનની કામગીરી શરૂ કર્યા બાદ હવે 13 વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્સન કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ વાહનો વધારવામાં આવશે તેવું ચીફ ઓફિસર ડી.સી. પરમારે જણાવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કચરા કલેક્શનનો કોન્ટ્રાકટ હતો ત્યારે બીલ 40-45 લાખનું થતું હતું. હવે પાલિકા હસ્તકની આ કામગીરીમાં બીલ ઘટીને અંદાજે 11 લાખ જેવું થશે . 101 સ્થળે એકઠા થયેલા કચરાના સ્થળો અને દરેક વિસ્તારમાં કચરા કલેક્શન યોગ્ય રીતે થાય તે માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે

ગાડી કચરો લેવા ન આવે તો કોલ કરો : ચીફ ઓફિસર

ચીફ ઓફિસર ડી.સી. પરમારે જણાવ્યું હતું કે કચરા કલેકશનમાં શહેરમાંતમામ વિસ્તારો આવરી લીધા છે આમ છતાં કોઈ વિસ્તારમાં પાલિકાના કર્મચારી કચરો લેવા ન આવતા હોય તો 97230 99998, 90990 54422 પર ફરિયાદ કરી શકાશે

- text