મોરબીના લખધીર પુર રોડ પર કૂતરું આડુ ઉતરતા રીક્ષા પલ્ટી મારી ગઈ

- text


એન્ટિક સિરામિક પાસેનો બનાવ, રિક્ષામાં સવાર બે બાળકો સહિત પાંચને ઇજા

મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને રિક્ષામાં સવાર બે બાળકો સહિત પાંચ લોકોને ઈજા થઈ હતી. જેને સારવાર માટે 108 દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે મોરબીના લખધીરપુર રોડ એક સીએનજી રીક્ષા મજૂરોને લઈને જય રહી હતી ત્યારે રસ્તામાં એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર કુતરું આડું ઉતરતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમજ રીક્ષામાં પરપ્રાંતીય મજુર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પરપ્રાંતીય મંજુર મુળ મધ્યપ્રદેશના વતની હોય અને કારખાને કામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

- text