હળવદ પંથકમાં રૂ.10.43 લાખની વીજચોરી ઝડપાઇ

- text


રહેણાંકના 26 અને વાણિજ્યના 7 વીજ કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતો અને સઘન ચેકિંગ કરતા રહેણાંકના 26 અને વાણિજ્યના 7 વીજ કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી હળવદ પંથકમાં રૂ.10.43 લાખની વીજચોરી ઝડપાઇ છે.

- text

મોરબી જિલ્લામાં આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ચાલુ રાખીને વીજ તંત્રએ 20 ટિમો બનાવીને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી પકડી લેવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 20 વીજ ચેકિંગ ટુકડીઓએ રહેણાંકના 74 અને વાણિજ્યના 48 મળી કુલ 122 વીજ કનેક્શન ચેક કરતા રહેણાંકના 26 અને વાણિજ્યના 7 વીજ કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી અંદાજીત રહેણાંકમાં 7.13 લાખ અને વાણિજ્યમાં 3.30 લાખ મળીને કુલ રૂ.10.43 લાખની પાવર ચોરી પકડાઈ હતી.

- text