મોરબી પોલીસે કોમ્બિંગમાં હિસ્ટ્રીશીટરો સહિતના 500થી વધુ ગુનેગારોની કરી તપાસ

- text


મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન

મોરબી : મોરબી પોલીસે શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હિસ્ટ્રીશીટરો સહિતના 500થી વધુ ગુનેગારોની કરી તપાસ કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તા.૦૯ના રોજ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસના ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. મોરબી, વી.એમ.લગારીયા પોલીસ ઇન્સ. ટ્રાફીક શાખા, તથા એલ.એ.વસાવા, કે.જે.માથકીયા તથા પી.એ.દેકાવાડીયા, એચ.એ.જાડેજા,પોલીસ ઇન્સ. મોરબી શહેર દ્વારા મોરબી સિટી એ – બી ડિવી.પોલીસ સ્ટેશનના અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા શરીર સબંધી ગુના આચરનાર ઇસમો, તથા મિલ્કત સબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર, બુટલેગર, જાણીતા જુગારી ચેક કરવા તથા ટ્રાફીક ડ્રાઇવ વાહન ચેકીંગની કામગીરી કરવા મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત એરીયામાં ડ્રોન કેમેરાથી ચાપતી નજર રાખી ડે-નાઇટ કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધરેલ હતા.

આ કોમ્બિંગમાં પ્રોહી ધારા તળે કેસ -૦૯, MVANC કેસ-૨૭૭, MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૩૪, સમાધાન શુલ્ક દંડ રૂ. ૧,૦૪,૪૦૦/- , MCR વાળા ઇસમો ચેક-૩૩૪, હિસ્ટ્રીશીટર ચેક -૨૧, પ્રોહી બુટલેગર ચેક-૫૦, જાણીતા જુગારી ચેક-૦૬, શરીર સબંધી ગુનેગાર ઇસમો ચેક -૩૩૭, બી રોલ ફોર્મ ભર્યા-૪૮, GPA કલમ-૧૩૫ કેસ -૦૧, MVA કલમ -૧૮૫ કેસ-૦૧ – CRPC કલમ -૧૦૯ કેસ-૦૮ કરવામાં આવ્યા હતા.

- text

- text