મોરબી તાલુકાના અકસ્માતના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પો.સ્ટે.ના વાહન અકસ્માતના ગુન્હામા છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડેલ છે.

મોરબી તાલુકાના વાહન અકસ્માતના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી યોગેન્દ્રસિંહ લાલબહાદુરસિંહ નાગવંશી ઉ.વ.૩૮ રહે. મૂળ રામપુર તા.જી.ચંદૌલી (યુ.પી.) હાલે,રહે ઉમરગામ દેવધામ વીસ્તાર ગુપ્તાની ચાલીમા તા.ઉમરગામ જી.વલસાડ વાળાને ઉમરગામ ગુપ્તાની ચાલી ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ તથા PSI કે.જે. ચૌહાણ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

- text