મોરબીના ચોરી પ્રકરણમાં નેપાળી ગેંગના ચારેય સભ્યોનાં રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે

- text


બે મહિલા સહિત ત્રણ આરોપીઓ હજુ ફરાર, પોલીસ દ્વારા સઘન શોધખોળ

મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાં નેપાળી ગેંગ દ્વારા થયેલ ચોરીના બનાવમાં પોલીસની રિમાન્ડમાં રહેલા ચાર શખ્સોને પૂછતાછ બાદ હવે જેલહવાલે કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ દરમિયાન હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી વાળાને ઘરે ચોરી થઈ હોય, આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જે બાદ પોલીસે રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્વકર્મા તથા તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્દુ કેલે વિશ્ર્વકર્માને સોના ચાંદીના દાગીના, રોકડા રૂપીયા, તથા કાંડા ઘડીયાળ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- સાથે પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે રામ બહાદુરના દીકરા વિનોદ રામબહાદુર વિશ્વકર્મા ઉ.વ. ૨૩ને નરસંગ મંદિર પાસેથી પકડી પાડ્યો હતો. જેની પાસેથી રૂ. ૭૨ હજાર રોકડા અને ૨૪ ગ્રામ સોનુ કબ્જે કરવામાં આવ્યું હતો.

- text

કોર્ટે આ ચારેય આરોપીઓના તા.૧૧મી સુધીના રિમાન્ડ પણ મંજુર કરી આપ્યા હતા. જે મુજબ પોલીસે ચારેયને રિમાન્ડમાં લીધા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં હવે ચારેયને જેલહવાલે કરવામાં આવ્યા છે. હાલ પોલીસે સદે ઉર્ફે શકિત ચંદ્રે કામી શાહ વિશ્ર્વકર્મા નેપાળી રહે.મારકોટ, બીંદુ લક્ષ્મીરામ જેશી રહે. મુંબઇ મુળ નેપાળ, બીન્દ્રા રહે, મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ) વાળા ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text