મોરબીમાં એસઓજીએ દુકાનમાંથી ૧૦ ઇ-સિગારેટ ઝપ્ત કરી

- text


મોરબી : મોરબીના નગર દરવાજા ચોકમાં એસઓજીએ દરોડો પાડી એક દુકાનમાંથી ૧૦ જેટલી પ્રતિબંધિત ઇ સિગારેટ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસઓજીએ બાતમીના આધારે નગર દરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોર નામની પર્ફ્યુમની દુકાનમાં દરોડો પાડતા તેમાંથી ૧૦ ઇ સિગારેટ કિંમત રૂ. ૧૧,૪૦૦ મળી આવતા દુકાન સંચાલક રીઝવાન તોફીકભાઇ મેધાણી ઉ.વ.૨૫ વાળાની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

- text