મોરબીના તાલુકા સેવાસદનમાં સરાજાહેર કચરો સળગાવી ફેલાવાતું પ્રદુષણ

- text


ખુદ કર્મચારીઓ જ પ્લાસ્ટિક સહિતનો કચરો સળગાવતા હોવાનો ઘટસ્ફોટ

મોરબી : મોરબી તાલુકા સેવાસદનમાં કચરો સળગાવતા પ્રદુષણ ફેલાયું છે. જેમાં ખુદ કર્મચારીઓ જ પ્લાસ્ટિક સહિતનો કચરો સળગાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નિયમના પાલનની જેના માથે જવાબદારી હોય તે જ કચરો સળગાવી નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવતા અનેક સવાલ ઉઠયા છે.

મોરબીના તાલુકા સેવાસદન અંદર નીચે આવેલા ગ્રાઉન્ડમાં જાહેરમાં કચરો સળગાવવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિક સહિતનો કચરો હોય ભારે પ્રદુષણ ફેલાય રહ્યું છે. જો કે સેવાસદનના અમુક કર્મચારીઓએ આ પ્લાસ્ટિક સહિતનો કચરો સળગાવી જાહેર હિતને જોખમાવી રહ્યા છે. તાલુકા સેવા સદનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી હોય દરરોજ જુદા જુદા કામો માટે અનેક લોકો આવે છે. ત્યારે આ કચરાના પ્રદુષણથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. જો કે કોઈપણ જાહિ જગ્યાએ કચરો પડ્યો હોય તો સફાઈ કર્મચારીઓ દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે પણ અહીં તો જુદું જ ચિત્ર ઉપસ્યું છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે કર્મચારીઓ ત્યાં જ સળગાવીને ખુદ જ નિયમોની એસીતેસી કરી રહ્યા છે.

- text

- text