મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં જીસ્વાન વેરી બન્યું 

- text


ચાર-ચાર દિવસથી દસ્તાવેજ નોંધણીમાં ધાંધિયાથી વકીલો – અરજદારો કંટાળ્યા 

મોરબી : ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક એટલે કે ગુજરાત સરકારના ઓનલાઇન કામગીરી માટેના આંતરિક નેટવર્કિંગમાં સમસ્યાને કારણે છેલ્લા ચાર દિવસથી મોરબીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરંભે ચડતા વકીલો અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદ જીસ્વાન કચેરીના અધિકારીઓને કરવામાં આવી છે.

મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ પિયુષ રવેશીયા સહિતના વકીલો દ્વારા જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને સંબોધી ફરિયાદ કરતા જણાવાયું છે કે, છેલ્લા ચારેક દિવસથી જીસ્વાન નેટવર્કને કારણે દસ્તાવેજ નોંધણી કામગીરીને માઠી અસર પડી છે, ખુબ જ ધીમી ગતિએ થતી દસ્તાવેજ નોંધણીને કારણે વકીલો અને અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તાકીદે આ પશ્ન ઉકેલવા માંગ ઉઠાવી છે.

- text

- text