ટંકારાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન

- text


મોરબી : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પંચની મેલડી માતાજીના મંદિરે મેલડી યુવા ગૃપ દ્વારા તા. ૨૧ મે ને રવિવારે પંચની મેલડી માતાજીના નવરંગા માંડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંડવાના કાર્યક્રમમાં રાવળદેવ ધર્મેશ રાવળ પધારશે. હડમતિયા ગામ તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મેલડી યુવા ગૃપે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text