હળવદના ઘનશ્યામપુર ખાતે અલખના આરાધકોનું સન્માન કરાશે

- text


મોરબી: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સેવા સમિતિ દ્વારા તા. ૫ મે ને શુક્રવારે રાત્રે ૮ કલાકે બાપા સીતારામ મઢુલી, ઘનશ્યામપુર ખાતે અલખના આરાધકોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘનશ્યામપુર સેવા સમિતિ દ્વારા દર વર્ષે અનેક કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સાઈબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ, કારકિર્દી માર્ગદર્શન જેવા કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજાતા હોય છે. ત્યારે તા. ૫ મે ને શુક્રવારે રાત્રે ૮ કલાકે અલખના આરાધકોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના પ્રખ્યાત રામામંડળમાં સેવા આપનાર વડીલોનું સન્માન, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમ, સાંસ્કૃતિક તેમજ ભાતીગળ કાર્યક્રમની રજુઆત કરવામાં આવશે.

- text

આ કાર્યક્રમમાં લાઈબ્રેરીના પુસ્તકો તેમજ મેડીકલના સાધનો ગ્રામજનો માટે ખુલ્લા મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં નકલંકધામ શક્તિનગરના મહંત દલસુખ મહારાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમજ હળવદના ટીડીઓ મેહુલભાઈ સિંઘવ ઉપસ્થિત રહેશે. હળવદ તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા ઘનશ્યામપુર સેવા સમિતિએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text