મોરબીમાં લુપ્ત થઈ રહેલા શેમળોનું વૃક્ષ મૃતપાય થવાને આરે

- text


મોરબી : મોરબી એક દુર્લભ અને લુપ્ત પ્રજાતિનું શેમળાનું વૃક્ષ આવેલું છે. પરંતુ યોગ્ય માવજત અને દેખભાળના અભાવે આ દુર્લભ પ્રજાતિનું વૃક્ષ મૃતપાય થવાને આરે પહોંચ્યું છે. આ વૃક્ષ માનવ આરોગ્ય માટે બહુ જ ગુણકારી છે. તેથી પર્યાવરણ પ્રેમીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી આ વૃક્ષને બચાવવા આગળ આવવા જણાવ્યું છે.

શેમળોએ લુપ્ત થતી પ્રજાતિનું વિવિધ ગુણકારી આ વૃક્ષ આપણા મોરબી શહેરમાં લાલ બાગ કેમ્પસમાં આવેલ છે. દુર્ભાગ્યે છેલ્લા થોડા સમયથી દુર્લભ એવાં આ વૃક્ષનો વિકાસ અટકી ગયો છે અને ધીમે ધીમે મૃતપ્રાય થઈ રહ્યું લાગે છે.આ પ્રકારના વૃક્ષો પરત્વે દુર્લક્ષ મતલબ આપણે આપણો પર્યાવરણીય વારસો ગુમાવવા તરફ જઈ રહ્યા છીએ એમ કહેવું એ અતિશયોકતી નહી ગણાય.આ વૃક્ષની ઉપયોગીતાની વાત કરીએ તો સંપૂર્ણ ગુણકારી આ વૃક્ષના મૂળ,કાંટા,ફળ,પાન, ફૂલ,છાલ અને લાકડું બધું જ એક કે બીજી રીતે અતિ ઉપયોગી છે ત્યારે આ વૃક્ષને બચાવી લેવા સંભવ બધી જ કોશીશ કરવી જોઈએ.સરકારનાં પર્યાવરણ વિભાગે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ કે સંસ્થાનો સહકાર લઈને આ અને આ પ્રકારના વૃક્ષોને બચાવી લેવા જોઈએ એમ પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

- text

- text