મોરબી : નેચરલ ગેસની લાઈનમાં ભંગાણ બાદ તાત્કાલિક રીપેરીંગ કરાઈ

- text


ગેસ લિકેજની જાણ થતાં તુરંત જ ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે રિપેરીગ કરી ગેસ પુરવઠો પૂર્વવર્ત કરી દીધો

મોરબી : મોરબીના પાવડીયારી નજીક નેચરલ ગેસની લાઈનમાં લીકેજની ઘટના બની હતી. ગેસ લીકેજને પગલે વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ બનાવની જાણ થતાં ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે યુદ્ધના ધોરણે લીકેજ ગેસની લાઈનનું રિપેરીગ કરી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક સીરામીક ઉધોગને નેચરલ ગેસ સપ્લાય કરવાની ગેસની લાઈનમાં આજે સવારે કોઈ કારણોસર ભંગાણ થયું હતુઁ અને લીકેજ લાઈનમાંથી ગેસના ફુવારા છૂટ્યા હતા. આ ગેસ લિકેજથી થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી અને વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે યુદ્ધના ધોરણે ગેસની લીકેજ લાઈનનું રિપેરીગ કરીને ગેસ પુરવઠો પૂર્વવર્ત કરી દીધો હતો.

- text