ટંકારા પંથકમા ઘનઘોર અંધારું, કમોસમી મેઘો મંડાયો

- text


ટંકારા : કમોસમી વરસાદ પીછો છોડતો ન હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સાંજે સાડા ચાર, પાંચ વાગ્યા બાદ ટંકારા શહેરમા ગાજ વીજ સાથે ધોર અંધકાર સર્જે એવા વાદળો છવાયા છે તો ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે.

છેલ્લા અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પીછો નથી મૂકી રહ્યો ત્યારે આજે ઢળતી બપોરે ટંકારા પંથકમાં આથમણી બાજુના ગામડામા મેધો જોરદારનો મંડાયો હતો અને થોડીવારમા પાણી પાણી થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે, સાથે જ રાજકોટ શહેર સુધી વાદળોની જમાવટ સાથે ઝરમર કમોસમી વરસાદ પડી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text

- text