મોરબી જિલ્લામાં બે પીઆઇ અને પીએસઆઇની બદલી

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે રેન્જ આઈજીની મુલાકાત બાદ જિલ્લા પોલીસબેડામાં બે પીઆઇ અને બે પીએસઆઇની બદલી કરી હોવાનું જાણવા મળે છે.

જિલ્લા પોલીસ વડા દ્વારા આજે વાંકાનેર સીટી પીઆઈ કે. એમ. છાસીયાની બદલી કરી તેમને મોરબીમાં લીવ રિઝર્વમાં મુકી અને વાંકાનેર સીટી પોલીસમાં નવા પીઆઈ તરીકે મોરબી લિવ રિઝર્વમાં રહેલ પી. ડી. સોલંકીની નિમણૂક કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.આર.સોનારાની લિવ રિઝર્વમાં બદલી કરી તેમના સ્થાને કન્ટ્રોલ રુમમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.પી.સોનારાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

- text

- text