વડાપ્રધાનની મન કી બાત સાંભળવા મોરબી જિલ્લાના તમામ પોલીસ મથકોએ કાલે વિશેષ આયોજન

- text


મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ આવતીકાલે રજૂ થનાર હોય મોરબી પોલીસ દ્વારા શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકો ખાતે મન કી બાત સાંભળવા વિશેષ આયોજન કર્યું છે અને જાહેર જનતાને કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્લા પોલીસની સતાવાર યાદી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે તા.30 ના રોજ 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમના 100 માં એપીસોડ પ્રસારીત કરવામાં આવનાર છે. જે “મન કી બાત” કાર્યક્રમ મોરબી સીટી એ પોલીસ સ્ટેશન તથા મહીલા પોલીસ સ્ટેશન મોરબી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ લાઇન ખાતે રાખવામાં આવેલ છે. જ્યારે મોરબી સીટી બી ડિવિઝન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સાર્થક સ્કુલ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

તેમજ હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જુના પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને વાંકાનેર સીટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર પોલીસ લાઇન ખાતે રાખવામાં આવેલ છે. ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા આર્ય સમાજ ટકારા ખાતે રાખવામાં આવેલ છે. સાથે જ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન દ્વારા શીતળા માતાજીના મંદિર પાસે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ નિહાળવા માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તથા પોલીસ પરિવારો તેમજ હોમગાર્ડ, જી.આર.ડી. હાજર રહેનાર છે. તેમજ મન કી બાત કાર્યક્રમમાં જોડાવવા સ્થાનિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરીકોને મોરબી પોલીસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text