નવલખી પોર્ટ પાસેના દરિયામાં લાયસન્સ વિના માછીમારી ન કરવાની પોલીસની તાકીદ 

- text


પોલીસે દરેક માછીમારોને ટોકન લઈને માછીમારી કરવા દરિયામાં જવાની સૂચના આપી

મોરબી : નવલખી બંદરે દરિયામાં એસઓજીએ ઓચિતું ચેકિંગ કર્યું હતું. જેમાં નવલખી બંદરેથી દરિયામાં ટોકન વિના ગેરકાયદે માછીમારી કરતી બોટને ઝડપી લીધા બાદ આજે પોલીસે દરિયામાં ટોકન વિના માછીમારી કરતો માછીમારને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસે નવલખી પોર્ટ પર દરિયામાં લાયસન્સ વિના માછીમારી કરવાની તાકીદ કરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીએ સૂચના આપી પોલીસને મોરબી જિલ્લામાં આવતા એકમાત્ર નવલખી બંદરે દરિયાઈ સુરક્ષા ઉપર ભાર મૂકીને કોઈ લાયસબ્સ કે ટોકન વિના દરિયામાં માછીમારી કરે તો તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેના અનુસંધાને એસઓજીએ નવલખી બંદરે ગઈકાલે દરિયામાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં એક બોટ લાયસન્સ ટોકન વિના માછીમાછી કરતી ઝડપાઇ હતી અને જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ આજે ટોકન વિના માછીમારી કરતા માછીમારને ઝડપી લીધો હતો.પોર્ટ તંત્ર દ્વારા દરિયામાં ફિશિંગ માટે માછીમારો કેટલા દિવસ દરિયામાં રોકવાના ? તે સાહિતની વિગતો ચકાસીને દરિયામાં ફિશિંગ માટે જવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. પણ આ માછીમાર પરવાનગી વગર ફિશિંગ કરતો ઝડપાયો છે અને પોલીસે દરેક માછીમારોને ટોકન લઈને માછીમારી કરવા દરિયામાં જવાની સૂચના આપી છે અને કુ મેમ્બરે આપેલા કાર્ડ સાથે રાખવાની પણ સૂચના આપી છે.નહિતર પરવાનગી વગર માછીમારી કરવાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. તેમજ જિલ્લામાં એવા ટાપુ છે જે ડૂબતા ન હોય ત્યાં પણ પરવાનગી વગર જવા પર એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેશે

 

- text