જાદુઈ પાવડર ! વાંકાનેરના ક્ષત્રિય આગેવાને પાન-માવાની આદત છોડાવવા બનાવ્યો અનોખો પાવડર 

- text


અત્યાર સુધીમાં 3500થી વધુ યુવાનોએ એક ઝટકે પાન,માવાના વ્યસનને તિલાંજલિ આપી : રાહતભાવે ઔષધિનું વિતરણ 

વાંકાનેર : આજના સમયમાં મોટાભાગના યુવાનો પાન, માવાના વ્યસનના શિકાર બન્યા છે ત્યારે વાંકાનેર ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા યુવાનોમાં ઘર કરી ગયેલા પાન, માવાના વ્યસનને છોડાવવા માટે અનોખો ઔષધીય પાવડર બનાવ્યો છે જે ગેરંટી સાથે પાન – માવાના વ્યસનથી મુક્તિ અપાવે છે.

વાંકાનેરના દિગ્વિજયનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઓમ પાન, માવા પાવડર બનાવવામાં આવ્યો છે જે કોઈપણ યુવાન પાન કે માવો ખાતા હોય તેઓને રૂપિયા 360ની કિંમતનો આ પાવડર 50 ટકા રાહતભાવે આપવામાં આવે છે, વ્યસન મુક્તિ માટે રાજકોટની સંસ્થા ધર્મેન્દ્રસિંહ ઝાલાના અભિયાનને ટેકો આપી રહી છે અને અડધો ખર્ચ સંસ્થા ઉઠાવી રહી છે.

વધુમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉમેરે છે કે, કોઈપણ વ્યક્તિ આ પાવડરનું સેવન કરે તો માત્ર એકાદ મહિનામાં જ આસાનીથી વ્યસનમુક્તિ તરફ આગળ વધી શકે છે અને ધીમે ધીમે આદતમાંથી મુક્તિ મેળવે છે, વધુમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા તમાકુ વ્યસન મુક્તિ માટે ખાસ અભિયાન હાથ ધરી ગમે ગામ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે જેનો તાજેતરમાં વાંકાનેર ગ્રીનચોક ખાતેથી વાંકાનેરના માજી ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મ ગુરૂ મહંમદ ઝાવિદ પીરજાદાએ પ્રારંભ કરાવ્યો હતો, આ જાદુઈ વ્યસનમુક્તિ પાવડર મેળવવા કે વધુ વિગતો માટે ધર્મેન્દ્રસિંહ ઝાલા મોબાઈલ નંબર 79843 68856 ઉપર સંપર્ક સાધી શકાશે.

- text

- text