કમોસમી વરસાદ અપડેટ : ટંકારામાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો

- text


મચ્છુ ડેમ-2 ઉપર 37 મિમી વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી ભર ઉનાળે ચોમાસુ જામ્યું હોય એમ સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારના 10થી 12 વાગ્યા દરમિયાન ટંકારામાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અને મોરબી. સહિતના વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે.

મોરબીમાં મૌસમનો મિજાજ અચાનક બદલાતા આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ સાથે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જામી હોય એમ સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસુ જામ્યું હોય એમ સતત એકધારા ધીમીધારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. જ્યારે આજે સવારે 10થી 12 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ ટંકારામાં 10 મિમી, મોરબીમાં 7 મિમી, વાંકાનેરમાં 4 મિમી વરસાદ પડ્યો હતો. જો કે હળવદમાં વરસાદ નોંધાયો નથી. જ્યારે માળીયાના વરસાદના આંકડા મળી શક્યા નથી. મોરબી જિલ્લામાં આકાશમાં મેધાવી માહોલ વચ્ચે સતત ધીમીધારે વરસાદ પડતો હોય સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. જ્યારે મચ્છુ ડેમ-2 ઉપર 37 મિમી વરસાદ સવારથી અત્યાર સુધીમાં પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

- text

- text