મોરબીના શનાળા બાયપાસ નજીક 14 વર્ષની સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતી 14 વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ બદઇરાદે અપહરણ કરી ગયો હતો. અજાણ્યો શખ્સ ગત તા.24ના રોજ સગીરાને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ સામે પોતાની પુત્રીના અપહરણની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા ચલાવી રહ્યા છે.

- text