મોરબીમાં આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ઉજવાયો 

- text


કલકેટર કચેરીમાંથી અમને કાઢી મુકાયા , સાંભળ્યા નહીં, 

પીડિતોની વ્યથા : કોઈ સાંભળતું નથી.

મોરબી : 28 એપ્રિલ દુનિયા આખીમાં વર્ષ દરમ્યાન કામને સ્થળે અકસ્માતમાં અથવા વ્યવસાયિક રોગને કારણે મૃત્યુ પામેલા કામદારોને અંજલી આપવામાં આવે છે આઈ.એલ.ઓ ( ILO ) એ તેને વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ જાહેર કર્યો છે. સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા મોરબીમાં રામધન આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થાન, જૂનાગઢ, રાજકોટથી પણ સિલિકોસીસ દર્દીઓએ હાજરી આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક જગદીશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વિશ્વમા વર્ષે અંદાજે 23 લાખ કામદારો અકસ્માત કે વ્યવસાયિક રોગોને કારણે મૃત્યુ પામે છે તે પૈકી અકસ્માતમાં મૃત્યુ પામે છે તેના કરતાં સાત ગણા વધુ કામદાર જુદા જુદા વ્યવસાયિક રોગોને કારણે અકાળે મોતને ભેટે છે. સિલિકોસીસ પીડિતોએ આ પ્રસંગે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જ્યારે થાનના પીડિતો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આવદેનપત્ર આપવા ગયા ત્યારે અમને સાંભળ્યા વગર જ અપમાન કરી કાઢી મુક્યા.

જુનાગઢના સિલિકોસીસ પીડિતોને ઈ. એસ. આઈ માંથી માંદગીની રજા કાઢી આપતા નથી અથવા બીજે રિફર કરે તો ભાડું પણ ચૂકવતા નથી, અન્ય પીડીતે જણાવ્યું કે ઈ.એસ.આઈ કોર્પોરેશનનું મેડિકલ બોર્ડ અપંગતાની આકારણી બરાબર કરતા ન હોવાથી લાભ પૂરતો મળતો નથી. મોરબીના પીડીતે જણાવ્યું કે સિલિકોસીસને કારણે અપંગતા આવ્યા પછી કારખાનામાંથી નિવૃત્ત થવું પડે છે અને પછી આવક બંધ થાય છે ત્યારે સામાજિક સુરક્ષા જ કામ આવે કામદારો ને સામાજિક સુરક્ષા કાયદોનો લાભ આપવો જોઈએ સિલિકોસીસ પીડીત સંગઠનના આગેવાન મહેશભાઈ મકવાણાએ જણાવ્યું કે જો રાજસ્થાન અને હરિયાણાની સરકારો સિલિકોસીસ પીડિતોને પેંશન ચૂકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ચૂકવી ન શકે ? જો ચૂકવી શકતી ન હોય તો ગુજરાત સરકારે પોતે ગરીબ હોવાની જાહેરાત કરવી જોઈએ.

- text

મોરબીના સ્વ. કાંતિભાઈ ચાવડાના માતાએ જણાવ્યું કે મારા દીકરાને કોઈ વ્યસન ન હતું. 18 વર્ષ કરખાનમાં કામ કર્યા પછી તેને સિલિકોસીસ થયો તેની સારવારમાં 18 થી 20 લાખનો ખર્ચ થયો અને તે ખર્ચ કાઢવા મકાન વેચવું પડ્યું હવે દીકરો ગુમાવ્યો, ઘર ગુમાવ્યુ. કાન્તિભાઈની દીકરીને ભણવાનું છોડાવી કામે લગાડવી પડી. અધ્યક્ષ સ્થાનેથી બોલતા ર્ડો. એન. સી. સોલંકીએ કાયદાના સારા અમલની માંગણી કરી તેમજ કાયદાઓની માહિતી મેળવી સંઘર્ષ કરવા કામદારોને હાકલ કરી હતી. નવજીવન ટ્રસ્ટના સિસ્ટર ટેસી તેમજ પ્રયાસ સી.એલ.આર.એ ના પ્રતિનિધિ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

- text