1લી મેના રોજ ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં જોગ બાપુની 46મી સમાધી તિથિની ઉજવણી કરાશે

- text


રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા જોગ આશ્રમ ખાતે તા. ૦૧-૦૫-૨૦૨૩ને સોમવારે ધ્યાનશંકર મુક્તિ નારાયણ જોગ બાપુની ૪૬મી સમાધી તિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૈકાઓથી જપ- તપની ધરા રહેલી અને અનેકોનેક ઈતિહાસને સાચવીને બેઠેલી આદી અનાદિ પુર્વેની ઢંકપુર નગરી જ્યાં ચોંકાવનારી ચમત્કારિક 64 જોગણીની ધટના બાદ લજાઈ ગામથી ખ્યાતનામ બનેલી જગ્યાએ હાલ જોગ આશ્રમ આવેલ છે. જ્યાં પરમ પૂજ્ય અને મોરબીવાસીના શ્રદ્ધેય સંત તરીકે સ્થાન પામેલ 1008 ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) અહી એકાદ દશકા તપસ્યા કરી સ્થાનને પાવન કરી ગયા હતાં જેમની સમાધી તિથિ તા.૦૧-૦૫-૨૦૨૩ ને સોમવારે જોગ આશ્રમ લજાઈ ખાતે નવનિર્માણ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અનેકવિધી કાર્યક્રમ જેવા કે મહાત્માનું ધ્યાનધરી પુજન અર્ચન આરતી તેમજ નકલંકધામ મંડળ-બગથરા દ્વારા સંપુટ ધૂન સંપુટ રામાયણ, રામાયણ અને સુંદરકાંડ , વીરપર મંડળ દ્વારા અખંડ ધૂન અને સાંજે 6:00 કલાકે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ 2 ડેમ નુ નવ નિર્માણ કાર્ય 1965 મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં 12 વર્ષ એટલેકે 1977 સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમી ની પસંદગી કરતા લજાઈ થી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ 1978 માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને 46 વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text