હળવદના તક્ષશિલા વિદ્યાલયમાં 1 થી 10 મે સુધી ખેલે ગુજરાત નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે

- text


હળવદઃ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તારીખ ૧ મે થી ૧૦ મે સુધી ૧૦ દિવસ સવારે ૭ થી ૧૧ કલાકે અથવા સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કલાકે તક્ષશિલા વિદ્યાલય, સરા રોડ, હળવદ ખાતે ખેલે ગુજરાત નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમર કેમ્પમાં ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ ભાગ લઈ શકશે. આ સમર કેમ્પમાં કબડ્ડી, બેડમિન્ટન, જુડો, હેન્ડબોલ જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટી-શર્ટ, કેપ, નાસ્તો જેવી ગીફ્ટ આપવામાં આવશે. આ સમર કેમ્પ વિશેની વધુ માહિતી મેળવવા માટે જોગરાણા- 6351123373, પુજાબેન-9825394154, પરેશભાઈ-8160581641નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text