મોરબી જિલ્લામાંથી આજે ફરી કોરોના ગાયબ, એકપણ કેસ નહિ

- text


મોરબી : મોરબી જિલ્લામાંથી આજે ફરી કોરોના ગાજતો ગયો છે. ગઈકાલે બે કેસ નોંધાયા બાદ આજે મોરબી જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ છે.

મોરબી જિલ્લામાંથી કોરોના હવે ફરી વિદાય લેવાની તૈયારી કરી રહ્યો હોય એમ છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસ સિંગલ ડિજિટમાં આવી ગયા બાદ આજે કોરોનાએ બિસ્તરા પોટલા બાંધી લીધા છે. જેમાં આજે મોરબી જિલ્લામાં 332 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી મોરબી જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સામે મોરબી પંથકના 4 દર્દીઓ રિકવર થયા છે. આથી હવે 9 જ કેસ એક્ટિવ રહ્યા છે.

- text

- text