વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ગ્રીષ્મ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેરઃ ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી. જુના કણકોટમાં વાર્ષિક પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ માટે ગ્રીષ્મહોત્સવના ભાગ રૂપે વેશભૂષા સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, લંગડી સ્પર્ધા, દોરડા કૂદ સ્પર્ધા, સંગીત ખુરશી સ્પર્ધા અને દેશી રમતો તથા ક્રિએટિવ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

- text

આ ઉપરાંત ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાઈ સમારંભ પણ આયોજિત કરાયો હતો. શિક્ષકો દ્વારા બધા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ સંભારણા રૂપે શાળાને ભેટ આપી હતી. વર્ગશિક્ષક રવજીભાઈ બોસિયાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ આપીને ભવિષ્યમાં શિક્ષણ દ્વારા વિકાસ સાધવાની શુભેચ્છા પાઠવી હતી.

- text