મોરબી જિલ્લામાં કોરોનાના આજે નવા 2 કેસ 

- text


7 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 13 થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના બે કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 7 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 થઈ ગઈ છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 448 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેરના 2 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે હળવદ, માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકામાં આજે કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી.

- text

બીજી તરફ આજે મોરબી તાલુકાના 5 તેમજ હળવદ અને ટંકારા તાલુકાના એક-એક દર્દી રિકવર થતા કુલ 7 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જેને પગલે આજે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 જેટલી થઈ ગઈ છે.

- text