હળવદના સામાજિક આગેવાનના જન્મદિવસે ઠંડી છાસ અને ગુલ્ફીનું વિતરણ 

- text


હળવદઃ હળવદમાં પાટીયા ગ્રુપ અને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા સામાજિક આગેવાન અને યુવા અગ્રણી તપનભાઈ દવેના જન્મદિવસના જન્મદિવસ નિમિત્તે ઠંડી છાસ અને ગુલ્ફીનું વિતરણ કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પાટીયા ગ્રુપ અને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે 1 હજારથી વધુ રાહદારીઓને ઠંડી છાસ અને 200 જેટલા બાળકોને ગુલ્ફીનું વિતરણ કરાયું હતું. આ પ્રકારે માનવસેવા થકી જન્મદિવસની ઉજવણી કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.

- text

- text