મધ્યાહન ભોજન નાયબ કલેકટરની જગ્યા રદ, કામગીરી પુરવઠા અધિકારીને સુપ્રત

- text


મોરબી : રાજયમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરની જગ્યાઓ રદ કરી મધ્યાહન ભોજનન કામગીરી જીલ્લા પુરવઠા અધિકારીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

રાજયમાં મધ્યાહન ભોજન યોજના સને 1984 થી કાર્યરત છે.આ યોજનાનાં અમલીકરણ માટે જીલ્લા કક્ષાએ અલગ અલગ સંવર્ગનું મહેકમ ઉભુ કરાયું હતું. પરંતુ રાજયનાં મુખ્ય સચીવનાં અધ્યક્ષસ્થાને મધ્યાહન ભોજન યોજનાની રાજયકક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ કમીટીની મળેલી બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાની જીલ્લા કક્ષાની નાયબ કલેકટરની જગ્યાઓ રદ કરીને આ યોજનાની કામગીરી હવે જીલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.

- text

જે બાદ હવે રાજયની મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરોની 31 જગ્યાઓ રદ કરવાનો હુકમ શિક્ષણ વિભાગનાં સેકસન અધિકારી આર.જે,ચૌધરી દ્વારા કરી દેવામાં આવેલ છે.હવેથી તેઓની કામગીરી જીલ્લા પૂરવઠા અધિકારીઓ સંભાળશે.

- text