કબરાવ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારામા અકસ્માત નડ્યો

- text


પોલીસ સ્ટેશન સામે લકઝરી પાછળ એસટી બસે ટક્કર મારતા બે બાળકી ઇજાગ્રસ્ત

ટંકારા : જૂનાગઢના બટવાથી કચ્છમાં કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને મુસાફરોને લઈને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે ઠાઠામાં ઠોકર મારતા બે દીકરીઓને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે જૂનાગઢના બાંટવા ગામેથી કચ્છના કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે પાછળથી ઠોકર મારતા બસમાં મુસાફરી કરી રહેલ અશ્વિનીબેન મહેશભાઈ નકુમ અને ભાવિકાબેન મુકેશભાઈ મારુ નામના દીકરીઓને ઇજા પહોંચી હતી.

અકસ્માતના આ બનાવ અંગે લકઝરીબસના ચાલક હસમુખભાઈ નાઝાભાઇ જુલુએ એસટી બસના ચાલક સુરેશભાઈ હરિભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે, એસટી બસની બ્રેક ફેઈલ થતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

- text

- text