મોરબીમાં 2335 બાળકોએ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો લાભ લીધો.

- text


મોરબી : આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા દર પુષ્યનક્ષત્રના અવસરે સુવર્ણપ્રાશન ટીપાનો વિનામૂલ્યે કેમ્પ યોજાય છે. જેમાં ગઈકાલે મોરબી કેમ્પમાં 2335 બાળકોએ લાભ લીધો હતો.

આયુર્વેદિક જીવનશૈલી આયોજિત સુવર્ણપ્રાશન કેમ્પ બાદ દરેક બાળકોને લાકડાની એન્ટિક ગિફ્ટ પણ આપવામાં આવી. સાથે સાથે બાળકોમાં આયુર્વેદ પ્રત્યે રુચિ જાગૃત થાય અને આયુર્વેદને જાણે તે માટેની કોમ્પીટીશનનું પણ આયોજન થયું હતું. તેમાં પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર, ક્રિષ્નાબેન, અરુણાબેન, ભુપેન્દ્રભાઈ, રીતેશભાઈ, વિનોદભાઈએ સેવા આપી હતી તથા હિતેશભાઈ પટેલ, સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, તથા રાજભાઈ પરમારે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતો. મોરબીની સાથે સાથે શનાળામાં 55 બાળકોએ, ટંકારામાં 425 બાળકોએ, લજાઈ 87 બાળકોએ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીધા હતા. આ કેમ્પમાં ગીતાબેન, ચંદ્રકાન્તભાઈ વગેરેએ સેવા આપી હતી.

- text

- text