મોરબીની મામલતદાર કચેરીનું સર્વર ડાઉન, ખેડૂતો મુશ્કેલીમાં

- text


સર્વરના ધાંધીયાથી 7-12,8 ના દાખલા કઢાવવા સહિતની કામગીરીમાં ધાંધિયા

મોરબી : મોરબીની મામલતદાર કચેરીએ સર્વરના ધાંધીયાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં સર્વરના ધાંધીયાથી 7-12,8 ના દાખલા કઢાવવામાં મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

- text

મોરબીની મામલતદારની કચેરી ખાતે 7-12, 8ના દાખલા કાઢવા માટે ખેડૂતોનો ભારે ધસારો થઈ રહ્યો છે. પણ મોરબીની મામલતદાર કચેરીએ સર્વરના ધાંધીયાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી મોરબીની મામલતદાર કચેરીએ સર્વરના ધાંધીયા થઈ રહ્યા છે. પરિણામે આ દાખલા કઢાવવા માટે ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. મામલતદાર કચેરીએ આ દાખલા કઢાવવા માટે ખેડૂતો ગામડેથી આવ્યા બાદ કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં સર્વર ડાઉનને કારણે દાખલા નીકળતા નથી. જ્યારે મામલતદાર કચેરીના કોમ્યુટર ઓપરેટરોએ આ અંગે કહ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી ઉપરથી સર્વર ડાઉન છે. એટલે દાખલા નીકળતા નથી. તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

- text