હળવદના એક માત્ર બગીચાની બત્તી ગુલ

- text


હળવદ નગરપાલિકાના પાપે નાના ભૂલકાઓ અને વાલીઓને વેકેશનમાં પડતી મુશ્કેલી

હળવદ : હાલમાં ઉનાળાના વેકેશનમાં હળવદ શહેરના એક માત્ર હરવા ફરવાના સ્થળ એવા તળાવ કાંઠે આવેલ શરણેશ્વર બગીચાની લાઈટો ગુલ થઈ જતા નાગરિકોને અગવડતા ભોગવવી પડી રહી છે.

હળવદ શહેરની શાન એવા તળાવ કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત બાળ ક્રીડાંગણ બગીચામાં લાઈટો બંધ હોવાથી નાના ભૂલકાઓ અને વાલીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં ઉનાળાનું વેકેશનમાં નાગરિકોના સગા વ્હાલાઓ પણ વેકેશન માટે હળવદ આવતા હોઈ છે ત્યારે હળવદમાં નાના ભૂલકાઓ માટે ફરવા લાયક એક જ સ્થળ શરણેશ્વરનો બગીચો છે.

તળાવ કાંઠે આવેલ બગીચામાં રાત્રીના સમયે નયનરમ્ય નજારો હોવાથી ખુલ્લી હવામાં નગરજનો ત્યાં બેસવા માટે પણ આવે છે પરંતુ હાલમાં બગીચાની તમામ લાઈટો બંધ હાલતમાં હોવાથી નાના બાળકો અને વાલીઓ બગીચામાં આવતા ડર અનુભવી રહ્યા છે અને પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે તાત્કાલિક ધોરણે બગીચાની લાઈટો ચાલુ થાય તેવી લોકોની લાગણી અને માંગણી છે.

- text

- text