મોરબીની કાલીન્દ્રી નદીમાં હજુ પણ માછલાંના ટપોટપ મોત

- text


ત્રણેક દિવસમાં 150થી વધુ માછલાંના મોત થયાનું પ્રાથમિક તારણ છતાં કોઈ પગલાં લેવાયા નહિ

મોરબી : મોરબી નજીક આવેલી કાલીન્દ્રી નદીમાં હજુ પણ માછલાઓના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે આજે પણ માછલાંના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. જો કે ત્રણેક દિવસમાં 150થી વધુ માછલાંના મોત થયાનું પ્રાથમિક તારણ છે છતાં કોઈ પગલાં લેવાયા નથી.

મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ રોડ ઉપર ખોડિયાર માતાજીના મંદિર નજીક નીકળતી કાલીન્દ્રી નદીમાં ગઈકાલે માછલાઓના મોતની ઘટના સામે આવી હતી. જેમાં અસંખ્ય માછલાના મોત થયા હતા. જો કે આ ઔદ્યોગિક વિસ્તારમાં કોઈએ કેમિકલ યુક્ત પદાર્થ નદીમાં નાખી દેતા આ ઝેરી પાણીને કારણે માછલાઓના મોત થયાની આશંકા ઉદભવી હતી. ત્યારે આજે પણ કાલીન્દ્રી નદીમાં માછલાંઓના મોત થયા હતા અને માછલાંઓના મૃતદેહો નદી કાંઠે તણાઈ આવતા ત્યાં ઉભા ન રહી શકાય તેવી ભયંકર દુર્ગધ ફેલાય રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ માછલાંના ટપોટપ મોત થઈ રહ્યા છે અને 150 વધુ માછલાના મોત થયા હોવાનું અનુમાન છે. આવી ગંભીર ઘટનાના હજુ સુધી પ્રદુષણ વિભાગ કે અન્ય કોઈ સંબંધિત વિભાગે પગલાં ન લઈને ઉદાસીનતા દાખવી હોવાની છાપ ઉપસી રહી છે.

- text

- text