મારો પરિવાર બગાડમાં ! પત્ની સાથે સંબંધ નહીં રાખવા કહેનાર પતિને માર મરાયો 

- text


મોરબી સિવિલ હોસ્પિટલ નજીક બનેલી ઘટનામાં જાતિ પ્રત્યે હડધૂત કરનારા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને સીરામીક ફેકટરીમાં નોકરી કરતા યુવાનની પત્ની સાથે ફોન ઉપર વાતો કરી સંબંધ કેળવનાર શખ્સને પરિણીતાના પતિએ મારો પરિવાર બગાડમાં… મારા પત્ની સાથે સંબંધ ન રાખ તેમ ક્હેતા ધરાર પ્રેમી શખ્સે પરિણીતાના પતિને સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ મફતીયા પરાવિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલની સામે રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામના રહેવાસી અને હાલ સીરામીક કારખાનામાં નોકરી કરતા હિતેષભાઇ શામજીભાઇ સુમેરા મોરબીના વિસીપરામાં રહેતા હતા ત્યારે શનાળા રોડ ઉપર હાઉસીંગ બોર્ડ ગરબી ચોકમાં રહેતા વિજયભાઇ લુહાણા સાથે પરિચય થતા તેમના ઘેર આવતો જતો હતો અને હિતેષભાઇના પત્ની સાથે મોબાઈલ ફોનમાં અવાર નવાર વાતો કરતો હોય હિતેષભાઈએ વિજય લોહાણા સાથે સંબંધ પુરા કરી નાખી ઘેર આવવાની ના પાડી દીધી હતી.

- text

જો કે, આમ છતાં આરોપી વિજય લોહાણાએ હિતેષભાઇના પત્ની સાથે વાતો કરવાનું ચાલુ રાખી ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલે એમના પત્ની દીકરીની દવા લેવા આવતા હોસ્પિટલના ગેટ પાસે બન્ને ઉભા હોય હિતેષભાઇ ત્યાં આવી ગયા હતા અને વિજય લોહાણાને મારો પરિવાર બંગાળમાં તેમ કહી પત્ની સાથે વાતચીત કરવાની ના પડતા વિજય લોહાણાએ સંબંધ તો રાખીશ જ કહી બેત્રણ ફડાકા ઝીકી દઈ ગળાના ભાગે નખોરિયાં મારી જાતિ પાર્ટીએ અપમાનિત કરી હિતેશભાઈને ધમકી આપી નાસી ગયો હતો.

આ બનાવ અંગે હિતેશભાઈ સુમેરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવી બનાવ બાદ તેમના પત્ની પણ ચાલ્યા ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિજય લોહાણા વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩,તથા એટ્રો સીટી એકટ કલમ ૩(ર),(પ-એ) ,૩(૧)(r)(s) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text