હળવદ નજીક નીલગાયના શિકાર મામલે વન વિભાગે ફોજદારી નોંધાવી 

- text


ચાર આરોપીઓ વિરુદ્ધ વન વિભાગના કાયદા મુજબ કાર્યવાહી બાદ હથિયાર મામલે ગુન્હો નોંધાવાયો 

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં પ્રતિબંધિત ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં 6 એપ્રિલના રોજ બંદૂક વડે નીલગાયનો શિકાર કરનાર અને માસની મીજબાની કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ વન વિભાગના કાયદા મુજબ કાર્યવાહી કરાયા બાદ વન વિભાગ દ્વારા હથિયાર વડે નીલગાયનો શિકાર કરવા મામલે બે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.6 એપ્રિલના રોજ હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં પ્રતિબંધિત ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતીને પગલે વન વિભાગે આરોપી ફારુકભાઈ નિઝામભાઈ મોવર, મંજુર હુસેન આદમભાઈ જામને નીલગાયના માસ સાથે દબોચી લઈ વાડી માલિક પટેલ જેઠા મનજી અને પ્રવિણ જેઠા પટેલની વાડીમાં માસ રાખવામાં આવ્યું હોય ચારેય વિરુદ્ધ વન્ય પ્રાણી સરંક્ષણ કાયદા અન્વયે વનવિભાગે ગુન્હો નોંધી વાડીમાંથી થોકબંધ છરા સહિતના હથિયારો કબ્જે કર્યા હતા.

- text

બીજી તરફ નીલગાયના શિકારમાં ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક હથિયાર પરવાનો ધરાવતા દાદુભાઈ હબીબભાઈ મોવર રહે. હંજીયાસર વાળાની હોવાની કબૂલાત શિકારી ફારુકભાઈ નિઝામભાઈ મોવરે વનવિભાગની પૂછપરછમાં કબુલતા હળવદ કડિયાણા બીટના વન રક્ષક હરેશભાઇ શંકરભાઇ સોનગ્રાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

- text