વાંકાનેરના ગુંદાખડા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાના ટાંટિયા ભાંગી નાખતા વેવાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ભાગીને પ્રેમ લગ્ન કરનાર યુવાનના પિતાને યુવતીના પિતા સાહિતના ચાર શખ્સોએ રસ્તામાં આંતરી બેફામ માર મારી ટાંટિયા ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા ફરીયાદી મુકેશભાઈ અમરસીભાઈ ચાવડાના પુત્ર રાહુલે આરોપી ગેલાભાઈ સગરામભાઈ સાપરાની પુત્રી ભારતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આરોપી ગેલાભાઈ સગરામભાઈ સાપરા, લગધીરભાઈ સગરામભાઈ સાપરા, સુખાભાઈ સાપરા અને નવઘણભાઈ સાપરા નામના ચારેય આરોપીઓએ મુકેશભાઈને આંતરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે બેફામ માર મારી પગમાં ફ્રેક્ચર કરી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text