મોરબીના સો-ઓરડી અર્બન હેલ્થ સેન્ટર સ્ટાફને સન્માનિત કરાયો

- text


કોરોના કાળ દરમિયાન આપેલી સેવાને સ્થાનિક આગેવાનોએ બિરદાવી

મોરબી : મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની કોરોના કાળ દરમિયાન આપેલી સેવાને સ્થાનિક આગેવાનોએ બિરદાવીને સ્ટાફને સન્માનિત કર્યા હતા.

મોરબી જીલ્લા પંચાયત હસ્તકના સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાનથી લઈને આજ સુધી સતત સેવામા કાયૅરત અને મોરબી નગરપાલિકાના વોર્ડ નં.ચારમાં સોઓરડી વરીયા નગર ચામુંડાનગર, ગાંધી સોસાયટી, માળીયા વનાળીયા તેમજ અન્ય આજુબાજુમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સારી રીતે ફરજ બજાવતા અને કોરોના વખતે સમય રાત દિવસ મહેનત કરી હતી તેને જોઇ કામગીરીની કદર કરી નિષ્ઠા પુવૅક ફરજ બજાવેલ તેને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત હસ્તકની અબૅન હેલ્થ સેન્ટરના સ્ટાફ ડોક્ટર નર્સ તમામ કર્મચારીઓના સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન કરનાર મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી અને પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા સખનપરા પબ્લીક સીટી વાળા દિનેશભાઈ સખનપરા મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી પરીવાર દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

- text

- text