મોરબી હાઇવે ઉપર મારવાડી કોલેજ નજીલ ટ્રક હડફેટે મોરબીના યુવાનનું મોત

- text


છોટા હાથીમાં રાજકોટ ખાતે ટાઇલ્સ ઉતારી પરત આવતી વખતે અકસ્માત નડયો

મોરબી : મોરબીના ઉમિયાનગરમા રહેતો યુવાન પોતાના છોટા હાથીમાં રાજકોટ ટાઇલ્સની ડિલેવરી કરીને પરત આવતો હતો તે વખતે મારવાડી કોલેજ નજીક અકસ્માત નડતા યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવની કુવાડવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં રહેતા પૃથ્વીરાજ ભાવેશભાઈ દાદલ ઉ. વ.23 અને તેનો મિત્ર ભાવિક ગઈકાલે છોટા હાથી વાહનમાં ટાઇલ્સનો જથ્થો ભરી રાજકોટમાં ડિલેવરી કરીને પરત ફરતા હતા. ત્યારે રાજકોટ નજીક મારવાડી કોલેજ પાસે પુરપાટ ઝડપે આવતો ટ્રક કાળ બનીને ઘસી આવ્યો હતો અને ટ્રક ચાલકે છોટા હાથી વાહનને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં પૃથ્વીરાજ ભાવેશભાઈ દાદલને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા ભાવિકને ઇજા પહોંચી હતી. આ બનાવની કુવાડવા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text