સામાકાંઠાની મહિલાઓ માટે રામધન આશ્રમ ખાતે કાલે શનિવારથી મોરપીંછ એક્ઝિબિશનનો પ્રારંભ

લોકલાગણીને માન આપી આ વખતે વિશાળ જગ્યા ધરાવતા રામધન આશ્રમ ખાતે તા.15 અને 16એ યોજાશે એક્ઝિબિશન : ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમોના 50થી વધુ સ્ટોલ હશે : બાળકો માટે જમ્પિંગ સહિતના આકર્ષણ 

મોરબી : મોરબીના સામાકાંઠાના બહેનો માટે મોરબી અપડેટ દ્વારા પ્રથમ વખત રામધન આશ્રમ ખાતે આવતીકાલે શનિવારથી બે દિવસના મોરપીંછ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે 50 જેટલા સ્ટોલ હશે. તો મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે તા.15 અને 16 એપ્રિલના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

અગાઉ આ એક્ઝિબિશન સ્વાગત હોલમાં યોજાતું હતું. પણ મોરબીવાસીઓના અનહદ પ્રેમને કારણે અહીંનો વિશાળ હોલ પણ નાનો પડવા લાગ્યો હતો. જેથી હવે આ વખતે એક્ઝિબિશન સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. જેથી મહેન્દ્રનગર વિસ્તારના બહેનો પણ એક્ઝિબિશનનો સરળતાથી લાભ લઈ શકે.

આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન, ફૂલ છોડના રોપા સહિતના 50થી વધુ સ્ટોલ હશે. ઉપરાંત બાળકો માટે જમ્પિંગ સહિતના આકર્ષણ પણ હશે.

અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે.વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.