હળવદમાં વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી શી ટિમ

- text


હળવદ : હળવદમાં ટબ-ડોલની ફેરી કરવા આવેલ ધ્રાંગધ્રાના પરિવારથી તેની બાળકી વિખૂટી પડી ગઈ હોય, આ બાળકી શી ટીમને મળી આવતા ટીમે બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યુ હતું.

હળવદ પોલીસની શી ટિમ આજે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતી અનુસધાને રેલી બંદોબસ્તમા હોય જે દરમિયાન સરા નાકા પાસે એક નાની બાળકી આશરે ત્રણ થી ચાર વર્ષની એકલી ઉભી ઉભી રડતી જોવામાં આવતા તેની પાસે જઈ સંવેદનશીલતા અને પ્રેમથી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ પુનમ તથા તેના પિતાનુ નામ વિઠ્ઠલભાઇ તથા માતાનુ નામ પારસાબેન રહેવાસી મુન્દ્રા સર્કલ ગાધીધામ હોવાનું જણાવ્યું હતું.

શી ટીમે તુરંત થાણા અધિકારી શ્રી ને જાણ કરી તેઓના માર્ગદશન હેઠળ ગાંધીધામ કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કરી તેઓ મારફતે આદીપુરના પોલીસ કર્મચારી વિક્રમસિંહનો કોન્ટેક્ટ કરી આ બાળકીના પિતા વિઠ્ઠલભાઇનો કોન્ટેક્ટ કરી તેઓને અત્રેના પો.સ્ટે ખાતે બોલાવી ડોક્યુમેન્ટ તેમજ બાળકી તેમની હોવાની ખરાઇ કરી સોંપી આપેલ છે.

- text

બાળકીની માતા પારસાબેન પહેલા મુંન્દ્રા સર્કલ ગાધીધામ રહેતા હતા અને તેઓ હાલ પરેશવાળી મેલડી માતાના મંદિર પાસે ધ્રાગધ્રા રહે છે.અને આજરોજ તેઓ હળવદ ખાતે પ્લાસ્ટિકના ટબ-ડોલની ફેરી કરવા હળવદ આવતા પોતાનાથી પોતાની બાળકી વીખુટી પડી ગયેલાનુ જણાવેલ હોય અને આવી માનવીય કામગીરી બદલ હળવદ પોલીસનો ભાવનાત્મક રીતે આભાર માનેલ હોય આ બાબતે મોરબી જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેરના ચેરમેન ને ટેલીફોનથી જાણ કરી તેમની મંજુરી મેળવી બાળકીને તેના માતાને સોપી આપેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. વી.પી.ગોલ તથા હળવદ પોલીસ શી ટિમના ઇન્ચાર્જ પો.કોન્સ. નીરૂબેન જેશીંગભાઇ આલ તથા સભ્ય પો.કોન્સ. મીનાબેન મનહરભાઇ તારબુંદીયા, પો.કોન્સ. પંકજભાઇ જસમતભાઇ પીપળીયા તથા ડ્રાઇવર પો.કોન્સ દેવશીભાઇ તથા પો.કોન્સ. યુવરાજસિંહ નીરુભા જાડેજા રોકાયેલ હતા.

- text