મોરબી : ગરીબ પરિવારની વ્હારે આવતું ચિત્રા હનુમાનજી ધૂન મંડળ

- text


ઘરના મોભી એવા પુત્ર અને પુત્રવધુનું મૃત્યુ થયા બાદ મુશ્કેલીમાં જીવતા દાદા-દાદી અને પૌત્રીના પરિવારને રાશન કીટ અને રોકડ સહાય અપાઈ

મોરબી : વૃદ્ધ દાદા-દાદી ઉપર પૌત્રીની જવાબદારી હોય, દાદા ચોકીદારી કરી પરિવારનું પેટિયું રોળવતા હોવાનું ધ્યાને આવતા આ ગરીબ પરિવારને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા અનાજની કીટઅને રોકડ સહાય આપવામાં આવી હતી.

એક ગરીબ પરિવાર કે જેમાં એક નાની દીકરી અને તેના દાદા દાદી સાથે જીવન ગુજારી રહ્યા છે. કુદરત પણ કેવી કસોટી મૂકે છે આ પરિવારના વયોવૃદ્ધ દાદા પર એક નાની દીકરીને ભણાવી ગણાવીને ઉછેરવાની મોટી જવાબદારી આવી. કોરોના કાળમાં તેમના પુત્ર વધુ મૃત્યુ પામ્યા અને હાલ તેમના એકનાએક દીકરાને હુમલો આવતા સ્વર્ગવાસ થયો આંખમાં આંસુ આવી જાય તેવી હ્રદયદ્રાવક ઘટનાની વાત રૂબરૂ મુલાકાત લઈ સાંભળી દાદા રામજીભાઈ હાલ કારખાનામાં રાત્રી ચોકિયત તરીકે કામ પર જાય છે તેમની પાસે જમીન કે રહેવા માટે પોતાનું ઘર પણ નથી.

- text

આવા પરિવારની અમારા ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ઓધાભાઈ ભાડજા, છોટુભાઈ બાવરવા અને ભટજી તથા મંડળના પ્રમુખ ટી સીફૂલતરિયા એ જેપુર ગામ મુકામે રૂબરૂ જઈ અનાજ કીટ અને રોકડ સહાય આપી દીકરી અને તેમના દાદા દાદીના આશીર્વાદ લઈ પુણ્યનું ભાથુ બાંધી ધન્યતા અનુભવી તેમ પ્રમુખની યાદી જણાવે છે.

- text