મોરબી જિલ્લામાં આજે 9 કોરોના પોઝિટિવ કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના આજે નવા 9 કેસ નોંધાયા છે. સાથે કોરોનાના 23 દર્દીઓ આજે રિકવર પણ થયા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 74 થઈ છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 375 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9 જેટલા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 5 શહેરમાં3 અને હળવદ ગ્રામ્યમાં 1 મળી 9 કેસ પોઝિટિવ આવ્યા છે. જો કે, વાંકાનેર, ટંકારા અને માળીયામાં એક પણ કેસ નોંધાયા નથી.

- text

આ સાથે આજે 23 દર્દીઓ જિલ્લામાં રિકવર થયા છે. જેમાં મોરબી તાલુકાના 19, વાંકાનેર તાલુકાના 3 અને ટંકારા તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 74 થયા છે.

- text