મોરબી જિલ્લામાં આજે કોરોનાનું ટેસ્ટિંગ પાંચ ગણું ઘટાડયું છતાં 23 કેસ 

- text


34 દર્દીઓ રિકવર, હાલ એક્ટિવ કેસ ઘટીને 129 થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનું ટેસ્ટિંગ પાંચ ગણું ઘટાડયું હોવા છતાં 23 કેસ નોંધાયા છે. આમ આજે સેમ્પલ આપનાર દર 10 વ્યક્તિએ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યા છે.

મોરબી જિલ્લામાં દરરોજ સરેરાશ 1000 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. આજે જાહેર રજાના લીધે માત્ર 238 જેટલા લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમ છતાં આજે 23 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 17, મોરબી શહેરમાં 2, વાંકાનેર શહેરમાં 3, ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

- text

બીજી તરફ આજે મોરબીમાં 16, વાંકાનેરમાં 1, હળવદમાં 12, ટંકારામાં 3 અને માળિયામાં 2 મળી કુલ 34 દર્દીઓ રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 129એ પહોંચ્યા છે.

- text